વિજ્ઞાન અન્ય વિષયો, જેવાકે ઇતિહાસ અને ગણિત, કરતા ભિન્ન છે કે જે ફક્ત પુસ્તક વાંચીને જ સમજાય નહી, પરંતુ તેનો તો તમે જાતાનુભવ કરી શકો. આખરે આપણી આજુબાજુ ની દુનિયાનો અભ્યાસ, ઍ જ તો છે વિજ્ઞાન.
તો પછી ખગોળશાશ્ત્રનો 'અનુભવ' કઈ રીતે કરશો ? અરે,વિજ્ઞાનના બીજા દરેક ક્ષેત્રોની જેમજ નિરીક્ષણ દ્વારા જ. આ છાયાચિત્રમા બતાવેલ તારાઓનો ગુછ્છ, મેસિયર ૭, ને જ લો, કે જે ખુલ્લી આંખે સરળતાથી નિહાળી શકાય છે. તમે આ ગુછ્છને 'સ્કોર્પિયસ' ('સ્કોર્પિયન' ઍટલે કે વીછી) નામના નક્ષત્રનો જ્યાં આંકડો છે તેની બરાબર બાજુમા જોઈ શકશો. આપણામાના ઘણા આને 'સ્કોર્પિયસ' તરીખે ઓળખે છે.
હું કહુ છુ ' આપણામાના ઘણા' કારણકે નક્ષત્રોતો ગુપ્તચરો જેવા છે, દુનિયાભર મા અલગ અલગ પ્રકારના નામો અને સ્વરૂપો ધરાવે છે. ઉદારાણ તરીકે , ઈંડોનેશિયા ના જાવાનિસ લોકો સ્કોર્પિયસ ને ઍક 'નમેલા નાળિયેરીના વૃક્ષ' તરીખે ઓળખે છે. અને દક્ષિણ અમેરિકા ના વતની ઍક ચોક્કસ સમુદાયના લોકો આ નક્ષત્ર મા રહેલા તારાઓને 'પાણીમાના સાપના' આકાર મા જુઍ છે.
પરંતુ, 'સ્કોરપિયન' ઍ કદાચ આ નક્ષત્ર ની સૌથી જૂની ઓળખાણ છે. તેનો સૌપ્રથમ ઉપયોગ સુમેર, કે જે ૫૦૦૦ વર્ષ પુરાણી સંસ્કૃતી હતી , મા થયો હતો.
આ છાયાચિત્રનો લાક્ષણિક ભાગ છે પૃષ્ઠભૂમિ સામેથી પસાર થતી વાંકીચૂકી લીટી. ઍમ માનવા લલચાઈ જવાય કે આ લીટી મેસિયર 7 ને બનાવનાર વાયુ ના વાદળ ના વધેલા ભાગમાથી ઉદભવ પામી હશે, પરંતુ આ વાંકીચૂકી લીટીનો આ તારાઓ સાથે કોઈ સંબંધ નથી.
૨૦૦ મિલિયન વર્ષોથી, કે જ્યારથી આ ગુચ્છ નિર્માણ પામ્યુ ,ત્યારથી લઈને અત્યાર સુધી આપણી આકાશગંગા - દૂધગંગાઍ લગભગ ઍક સંપૂર્ણ ભ્રમણ પૂર્ણ કર્યુ છે.. આકાશગંગા ની આવી હિલચાલઍ ધૂળ અને તારાઓ ની ભેળસેળ તથા અદલાબદલી દ્વારા ધૂળને અલગ પાડી ચોમેર ફેલાવી દીધી.
Cool Fact
ઘરની બહાર નીકળીને તમે જાતે જ આ નક્ષત્રને જુઓ. ઍવી ઘણી' વેબસાઇટ' છે જ્યાંથી તમે જાણી શકશો કે તમારા આકાશમા ચોક્કસ સમયે શુ જોવા મળશે. ઉદરહરણ તરીકે ' પ્લેનેટેરિયિમ (planetarium)' કે જે તમને અહી જોવા મળશે http://neave.com/planetarium/.
Share: